Facing issue in account approval? email us at info@ipt.pw

Click to Ckeck Our - FREE SEO TOOLS

1
ફ્રાન્સના સમાજવિજ્ઞાની ઑગસ્ટ કૉંતને ‘સમાજશાસ્ત્રના અદ્યસ્થાપક’ કે ‘સમાજશાસ્ત્રના પિતા’ ગણવામાં આવે છે. તેઓ ‘સમાજશાસ્ત્ર’ શબ્દનો ઉપયોગ કરનાર પ્રથમ વિદ્વાન વ્યક્તિ હતા. કૉંતનો જન્મ ફ્રાન્સના મોન્ટ પેલિયર ખાતે 19 જાન્યુઆરી, 1798ના રોજ પરંપરાવાદી કૅથલિક કુટુંબમાં થયો હતો.તેમણે પ્રાથમિક શિક્ષણ તેમજના ગામમાં જ લીધું હતું અને ઉચ્ચ શિક્ષણ પૅરિસની ‘ઇકોલે પૉલિટેકનિક’ માં લીધું હતું. ઑગસ્ટ કૉંત્ના છ ખંડમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘Positive Philosophy’ માં સમાજશાસ્ત્રને એક સ્વતંત્ર સામાજિક વિજ્ઞાન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. તેમાં ત્રણ તબક્કાનો સિદ્વાંત, વિજ્ઞાનનું વર્ગીકરણ, પ્રત્યક્ષવાદ, સામાજિક સ્થિતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્રની રજુઆત થઇ છે. ઑગસ્ટ કૉંત્ના ચાર ખંડમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘Positive Polity’માં તેમણે ‘Positive Philosophy’માં રજુ થયેલા વિચારોને વધુ વિકસાવ્યા છે અને કેટલાક નવા વિચારો રજુ કર્યા છે. તેમણે સામાજિક પુનનિર્માણની યોજના, માનવતાનો ધર્મ વગેરેની રજુઆત કરી છે. તેમણે આ બે ગ્રંથશ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને તેની પ્રગતિના અભ્યાસના વૈજ્ઞાનિક નિયમો રજુ કર્યા છે. ઑગસ્ટ કૉંત્ના મત અનુસાર સમાજે ઘડેલા નિયમોના કારણે જ સમાજના જુદા જુદા ઘટકો વચ્ચે એકતા જળવાય છે. આ જ ‘સામાજિક વ્યવસ્થા’ છે. સમાજમાં જો સામાજિક વ્યવસ્થાને જાળવી રાખવાના નિયમોનો અભાવ હોય, તો સમાજમાં અસ્થિરતા ઊભી થાય છે અને સામાજિક વિઘટનની તથા સામાજિક મૂલ્યોના પતનની પરિસ્થિતિ સર્જાય છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ એકબીજા સાથે જોડાયેલા છે. સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક પ્રગતિ થઈ શકે નહી. તેમણે સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન કરવા માટે ત્રણ સ્તરનો નિયમ રજુ કર્યો હતો : (1) ધાર્મિક સ્તર, (2) આધિભૌતિક સ્તર અને (3) પ્રત્યક્ષ સ્તર. આ સમજુતી દ્વારા તેમણે સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ માટેના સિદ્વાંતો અને નિયમોના અભ્યાસ કરનાર વિજ્ઞાન તરીકે રજુ કર્યું. આ ઉપરાંત ઑગસ્ટ કૉંતે નિરીક્ષણ, તુલના, પ્રયોગ અને ઐતિહાસિક પદ્વતિઓના ઉપયોગ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનું સમર્થન કર્યું. તથા સમાજમાં બનતી તમામ ઘટનાઓના કાર્યકારણ સંબંધૂને તપાસવાની ભલામણ કરી. આમ, ઑગસ્ટ કૉંતથી સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો પ્રારંભ થયો.

Loading...

Comments

Who Upvoted this Story